બનાસકાંઠા જિલ્લાની વિવિધ બિનસરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષકો પૈકી કુલ 277 મદદનીશ શિક્ષકોને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સ્ટાફ પસંદગી સમિતિ ગાંધીનગર, દ્વારા રાજ્યની વિવિધ બિન સરકારી અનુદાનિત શાળાઓમાં જુના શિક્ષકની જગ્યા પર નિમણૂકો આપેલી હતી. જેમાંથી બનાસકાંઠા જિલ્લામાંથી રાજીનામું આપી છૂટા થવાનું હોઇ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૧/૦૪/૨૫ અને ૨૨/૦૪/૨૫ એમ બે દિવસ જૂના શિક્ષકોના રાજીનામાં મંજૂર કરી અને અત્રે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, પાલનપુર ખાતે કેમ્પનું આયોજન કરેલું હતું. જેમાં નિમણૂક પામેલ ઉમેદવારો પૈકી 273 મદદનીશ શિક્ષકોને પત્ર આપવામાં આવ્યા હતા, જિલ્લા શિક્ષણાધિકારી તરફથી આ તમામ છૂટા થયેલ જુના શિક્ષક મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી, સમગ્ર કેમ્પ આયોજનમાં આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, વહીવટી શિક્ષક સંઘ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ પૂરી પાડી હતી, આ સમગ્ર કામગીરીમાં હિસાબી અધિકારી ડૉ.મનીષાબેન નાઈ, અધિક્ષક ખેંગારભાઈ સોલંકી, હેડ ક્લાર્ક રાજુભાઈ નાઈ સિનિયર ક્લાર્ક દીપકભાઈ, ભરતસિંહ બારડ, મયુરભાઈ જોશી, ઝરણાબેન જોશી વગેરે દ્વારા સુંદર કામગીરી બજાવવામાં આવી હતી.
પાલનપુર ખાતે યોજાયેલ કેમ્પમાં નિમણૂક પામેલ ઉમેદવારો પૈકી 273 મદદનીશ શિક્ષકોને પત્ર અપાયા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Palanpur#Banaskantha District#District Education Officer#Community Engagement#Assistant Teachers Appointment#Non-Government Aided Schools#Teacher Resignations#Education Camp#Teacher Unions#Administrative Support#Government Higher Secondary School#Educational Workforce#Staffing Success
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર બ્રિજ પર બે ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: કેબિન કચડાતા ચાલકનું મોત
2 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
3 દિવસ પહેલા
