રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાણીની સમસ્યાથી અંબાજીવાસીઓ પરેશાન: મહિલાઓનો તંત્ર સામે ઉગ્ર રોષ

પાણીની સમસ્યાથી અંબાજીવાસીઓ પરેશાન: મહિલાઓનો તંત્ર સામે ઉગ્ર રોષ

40 દિવસથી પાણી ન મળતા મહિલાઓએ માટલા ફોડ્યા

યાત્રાધામ અંબાજી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2 અને 3 માં છેલ્લા 40 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓએ રસ્તા પર પાણીના માટલા ફોડી પંચાયત સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ભર ઉનાળામાં પાણીની અછતને કારણે અંબાજીના અનેક વિસ્તારોમાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પીવાના પાણી માટે લોકોને દૂર દૂર સુધી ભટકવું પડતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલાં આપવામાં આવેલા વચનો હજુ સુધી પૂર્ણ ન થતા લોકોમાં અસંતોષ વધ્યો છે.વિરોધ કરી રહેલી મહિલાઓએ જણાવ્યું હતું કે પંચાયત દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ સાથે મોટી સંખ્યામાં પુરુષો પણ જોડાયા હતા અને પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર