રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા30 જાન્યુઆરી, 2025| Super Admin

અંબાજી; દબાણો દૂર કરવાની કામગીરીમાં 89 કાચા પાકા રહેણાંકોના ડીમોલેસનની કામગીરી પુર્ણ

અંબાજી; દબાણો દૂર કરવાની કામગીરીમાં 89 કાચા પાકા રહેણાંકોના ડીમોલેસનની કામગીરી પુર્ણ
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી થી ગબ્બર ના નવા માર્ગ માટે શક્તિ કોરિડોરની કામગીરી નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ કોરિડોર માર્ગ વચ્ચે આવતા કેટલાક દબાણો દૂર કરવાની કામગીરી ગઈ કાલે સાંજ ના સુમારે થી શરુ કરવામાં આવેલી હતી ને મોડી રાત ને વહેલી સવાર થી ચાલી રહેલી આ ડીમોલેશન ની કામગીરી માં 89 કાચા પાકા રહેણાંકો ના મકાનો ને બુલડોઝર થી તોડી પાડિ ડીમો લેસન ની કામગીરી પુર્ણ કરવા માં આવી છે. જોકે વર્ષો થી વસવાટ કરતા અસરગ્રસ્તો ને ભારે દુઃખની લાગણી લગતા સામાન્ય વત બોલાચાલી થયા બાદ ઉપસ્થિત પોલીસ ના કાફલાએ સંપૂર્ણ મામલો સમજાવટ થી થાળે પાડી ને આ ડીમોલેશન ની કામગીરી કોઈ પણ જાતના વિઘ્ન વગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ ના વહીવટી સ્ટાફ સાથે રાખી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે આજે સવાર થી ધરબાઈ પડેલો કાટમાળ ખસેડવાની કામગીરી અને અસરગ્રસ્તો પોતાના સમાન વિણવાની કામગીરી કરી રહ્યા છે ને હવે વહીવટી તંત્ર દ્વારા પણ આ કાટમાળ ખસેડવાની કામગીરી કરશે. ત્યારે અહીંના અસરગ્રસ્તો પણ કોઈ પણ જાતના દાદ ફરિયાદ કે વિરોધ કર્યા વગર પોતાની જગ્યાઓ સુપ્રત કરી દીધી છે ને સાથે તેના બદલામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના જે ફોર્મ ભરવામાં આવ્યા છે તેનો વહેલી તકે સર્વે પૂર્ણ કરી તેનો લાભ મળે તેની અપેક્ષા રાખી ને બેઠા છે. જોકે જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા બનસકાંઠા એ પણ આ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ હોવાનું જણાવ્યું હતું ને સાથે જે રાહત ના મકાનો માટે ની જે વાત કરવામાં આવી છે તેની કામગીરી પણ શક્યતા થી વહેલું પૂર્ણ કરવા જણાવ્યું હતું જોકે રાતભર ચાલેલી આ ડીમોલેશન ની કામગીરી ને લઇ સર્વે નંબર 8 માં ઠેકઠેકાણે કાટમાળ ના ખડકો જોવા મળી રહ્યા છે.

સંબંધિત સમાચાર