રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 જુલાઈ, 2025| Super Admin

ડીસામાં 'હિલ સ્ટેશન'નો અદભુત નજારો: નેતાઓની નિષ્ક્રિયતાથી ધોધ સર્જાયો

ડીસામાં 'હિલ સ્ટેશન'નો અદભુત નજારો: નેતાઓની નિષ્ક્રિયતાથી ધોધ સર્જાયો

ડીસામાં પડેલા ભારે વરસાદ બાદ નેતાઓની નિષ્ક્રિયતાને પગલે અદભુત અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા છે, જેણે સ્થાનિકોને જાણે કોઈ જાણીતા હિલ સ્ટેશન પર હોવાનો અનુભવ કરાવ્યો છે. શહેરના નવા એલિવેટેડ બ્રિજ પરથી શરૂ થયેલો પાણીનો ધોધ, જાણે કોઈ કુદરતી વોટરફોલ હોય તેવો નજારો સર્જ્યો છે. આ દ્રશ્યો એટલા અદભુત હતા કે બ્રિજ પરથી નીચે પડતા પાણી વચ્ચેથી વાહનો પસાર થઈ રહ્યા હતા, જે કોઈ સાહસિક પ્રવૃત્તિથી કમ નહોતું. જોકે, આ 'કુદરતી સૌંદર્ય' પાછળનું સત્ય કદાચ ડીસાના નેતાઓની "દૂરંદેશી" અને "કાર્યક્ષમતા" નો જ પ્રતાપ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બ્રિજ પર સમયસર પાણીનો નિકાલ ન કરવામાં આવતા આ પાણી ઉભરાયું હતું, અને તેની જ દેન છે કે આજે ડીસાને પોતાના જ "વોટરફોલ" નો અનુભવ કરવાનો મોકો મળ્યો. આ અદ્ભુત દ્રશ્યોએ ખરેખર ડીસાના નેતાઓની નિષ્ક્રિયતાને છતી કરી દીધી છે. લોકો ગંભીર સ્થિતિ વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે, ત્યારે નેતાઓ કદાચ આ "નવા પર્યટન સ્થળ" ના ઉદ્ઘાટનની તૈયારીઓમાં વ્યસ્ત હશે. ડીસાના બ્રિજ પર સર્જાયેલા આ દ્રશ્યોએ જાણે કોઈ હિલ સ્ટેશન પર વોટર ફોલ હોય તેવો માહોલ સર્જી દીધો છે, અને તેના માટે આપણે ડીસાના મહાન નેતાઓના આભારી છીએ! કદાચ આગામી ચૂંટણીઓમાં આ "વોટરફોલ" પણ તેમના પ્રચારનો એક મુદ્દો બની શકે છે. તો ડીસાવાસીઓ, તૈયાર રહો! જો ભવિષ્યમાં પણ આવા જ અદભુત દ્રશ્યો જોવા મળે, તો સમજી લેજો કે તમારા નેતાઓ તેમની "જનસેવા" માં કોઈ કસર છોડી રહ્યા નથી.

સંબંધિત સમાચાર