રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા30 જુલાઈ, 2025| Super Admin

આકાંક્ષા હાટ: ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત સ્થાનિક હુન્નર અને ઉત્પાદનોનું ભવ્ય પ્રદર્શન પાલનપુરમાં શરૂ કરાયું

આકાંક્ષા હાટ: ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત સ્થાનિક હુન્નર અને ઉત્પાદનોનું ભવ્ય પ્રદર્શન પાલનપુરમાં શરૂ કરાયું
એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત "વોકલ ફોર લોકલ" પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર આજરોજ કાશીબા સંકુલ હોલ, પાલનપુર ખાતે "આકાંક્ષા હાટ” નામે અઠવાડિક પ્રદર્શનનો શુભારંભ કરાયો છે. જેમાં સ્થાનિક કારીગરો, ખેડૂતો અને સ્વ-સહાય જૂથોએ ભાગ લીધો છે અને પરંપરાગત હસ્તકલા, હાથવણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે. "આકાંક્ષા હાટ”માં સ્વ-સહાય જૂથોના સ્ટોલ, હેલ્થ, આઇસીડીસી, એફપીઓ અને ખેતીવાડી વિભાગના થઈને કુલ- ૨૧ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં તા. ૨૮ જુલાઈ થી ૨ ઓગસ્ટ સુધી સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેનો સમય સવારના ૧૦:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધીનો રહેશે. "આકાંક્ષા હાટ”માં વિવિધ રાખડી, પેચવર્ક, ભરતગુંથણ, ડ્રેસ મટીરીયલ, ચણીયા ચોળી, ચાકળા, તોરણ, સાદા તોરણ, લેટર બોક્ષ, થેલા, જુમર, ભરતકામથી તૈયાર કરેલ આઇટમો, ગીફ્ટ આર્ટિકલ્સ, મધ જેવી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના થકી સ્થાનિક કળા કારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા બનાસકાંઠા જીલ્લાના તમામ નાગરિકોને આકાંક્ષા હાટની મુલાકાત લઇ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા વિનંતી કરાઈ છે. પાલનપુર તાલુકાના કરજોડા ગામના હસુમતીબેન જણાવે છે કે, તેમણે પાલનપુર સ્થિત આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે હાથ વણાટની ઘણી બધી વસ્તુઓ જોઈ અને ખરીદી પણ છે. અહીં મળતી વિવિધ વસ્તુઓ બજાર કિંમત કરતા પણ સસ્તી છે. તેમણે બનાસકાંઠાના લોકોને આ હાટની મુલાકાત લેવા અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર