રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અઠવાડિયાના વિરામ બાદ મહેસાણામાં છવાયો વરસાદી માહોલ; વાદળોથી ઢંકાયું આકાશ

અઠવાડિયાના વિરામ બાદ મહેસાણામાં છવાયો વરસાદી માહોલ; વાદળોથી ઢંકાયું આકાશ

ગત એક અઠવાડિયાથી ચોમાસામાં પણ ભર ઉનાળાના આકરા તાપ જેવા ઉકળાટ અને અસહ્ય ગરમીથી મહેસાણા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. છેલ્લા સપ્તાહ દરમિયાન સૂર્ય નારાયણ અને વરુણ દેવ જાણે કે સંતાકૂકડી રમતા હોય તેમ જિલ્લાનું વાતાવરણ બદલાઈ ગયું હતું. જેના કારણે શહેરીજનો કંટાળી જઈને ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે બપોર પછી મહેસાણામાં કાળા ડિબાંગ વાદળોએ પોતાનો અડ્ડો જમાવી દીધો હોય તેમ સમી સાંજે કાળુઘોર અંધારું વ્યાપી ગયેલું જોવા મળ્યું છે. એવામાં વરસાદી માહોલ સર્જાતા આકાશમાં ગાજવીજ સાથે ધડાકા અને ભડાકા થતા જોઈ શકાય છે. થોડા દિવસોના વિરામ બાદ જ્યારે આજે ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશમાં વાદળ છવાયા છે. ત્યારે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જતા શહેરીજનોએ ઠંડકનો અનુભવ કરતા રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે બીજી તરફ સારા વરસાદથી ખેતીને પણ જીવંત રાખી શકાશે તે વિચારી ખેડૂતોમાં પણ અનેરા આનંદ સાથે ખુશી જોવા મળી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર