રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ રોડ પર રિક્ષાની ટક્કરે એક્ટિવા ચાલકનું યુવકનું મોત

પાટણ રોડ પર રિક્ષાની ટક્કરે એક્ટિવા ચાલકનું યુવકનું મોત
અકસ્માત સર્જી રિક્ષાચાલક ધટના સ્થળેથી ફરાર થતાં પોલીસે તપાસ હાથ ધરી પાટણના બોરસણ-રામનગર રોડ પર રીક્ષા ચાલકે એકટીવા ચાલક યુવાનને ટકકર મારતા 19 વર્ષીય યુવક મિત વિષ્ણુ પટેલનું મોત થયું છે. પૂરઝડપે આવતી રિક્ષાએ એક્ટિવાને ટક્કર મારી અકસ્માત સર્જી પોતાની રીક્ષા લઈ ફરાર થતાં  પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ ચંદ્રુમાણા ગામના વતની અને હાલ બોરસણ ખાતે રહેતા મિત વિષ્ણુભાઈ પટેલ (ઉંમર 19) ગતરોજ સવારે આશરે 11:00 વાગ્યે તેમના એક્ટિવા પર બોરસણથી પાટણ તરફ જઈ રહ્યા હતા.ત્યારે પદ્મનાભ ચોકડી નજીક બોરસણ-રામનગર રોડ પર સામેથી આવતી રિક્ષાના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મિતને માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના સંબંધી ભૂમિક પ્રહલાદભાઈ પટેલે રિક્ષાચાલક વિરુદ્ધ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ. (B.N.S.) ની કલમ 281,125(a), 106(1) તેમજ મોટર વાહન 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર