પાટણ પેરોલ-ફર્લો સ્ક્વોડે ખાસ ડ્રાઇવ દરમિયાન ધાનેરાથી રાજસ્થાનના શખ્સને દબોચ્યો
પાટણ પેરોલ-ફર્લો સ્ક્વોડે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાનો આ શખ્સ ધાનેરા ખાતેથી પકડાયો હતો.
પાટણ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા 7 થી 27 ઓક્ટોબર 2026 દરમિયાન ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત પેરોલ-ફર્લો સ્ક્વોડ કામ કરી રહી હતી.સ્ક્વોડને બાતમી મળી હતી કે, સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટના ગુનામાં ફરાર ખરતારામ ખેરાજરામ જાખડ (રહે. હુડો કી ઢાણી, બાયતુ, બાડમેર, રાજસ્થાન) ધાનેરામાં હાજર છે.આ બાતમીના આધારે પોલીસે ધાનેરા ખાતે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. પોલીસે તેની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1)(જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.





