રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા4 મે, 2026| Super Admin

સિદ્ધપુર હાઈવે પર અકસ્માત: ટ્રક અને અર્ટિગા વચ્ચે ટક્કર, કારને ભારે નુકસાન

સિદ્ધપુર હાઈવે પર અકસ્માત: ટ્રક અને અર્ટિગા વચ્ચે ટક્કર, કારને ભારે નુકસાન

ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ

સિધ્ધપુર નજીક કાકોશી ચોકડી પાસે રવિવારે બપોરે એક ટ્રકે અર્ટીગા કારને ટક્કર મારતા આશરે અઢી લાખનું નુકસાન થયું હતું. તો અકસ્માત સજૅનાર ટ્રક ચાલક નશાની હાલતમાં જણાતા સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ સુરતના ભટાર રોડ પર રહેતા કિર્તીકુમાર ડાહ્યાલાલ પટેલ પોતાના પરિવાર સાથે અંબાજી દર્શન કરીને પરત સુરત પોતાની અર્ટીગા ગાડી (GJ05JH9046) મા જઈ રહ્યા હતા ત્યારે સિધ્ધપુરના કાકોશી ચોકડી નજીક આનંદ હોટલ પાસેથી તેઓની કાર પસાર થઈ રહી હતી ત્યારે ટ્રક નંબર MH.04.MH 4968ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હંકારી અર્ટીગાને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં અર્ટીગા ગાડીની મુખ્ય હેડલાઇટ, બોનેટ, બંને સાઈડના દરવાજા, કાચ અને પાછળની લાઇટને વ્યાપક નુકસાન થયું હતું. ફરિયાદ મુજબ, આશરે 2,50,000 નું નુકસાન થયું છે. સદનસીબે, ગાડીમાં સવાર પરિવારના કોઈ સભ્યને ઈજા થઈ ન હતી.ફરિયાદી કિર્તીકુમારના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ટ્રક ચાલકે તેમની સાથે દાદાગીરી કરી હતી. ટ્રક ચાલક દારૂના નશામાં હોવાનું જણાતા તેની મેડિકલ તપાસણી કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. સિધ્ધપુર પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ નિતીનકુમાર મફતલાલ દેસાઈને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર