રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા3 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાલનપુર-ડીસા હાઇવે પર અકસ્માત: ટ્રક નીચે કચડાતા મામા-ભાણીયાના મોત

પાલનપુર-ડીસા હાઇવે પર અકસ્માત: ટ્રક નીચે કચડાતા મામા-ભાણીયાના મોત

તિરુપતિ ટાઉનશીપ સામે બાઈક સવાર મામા-ભાણેજને નડ્યો અકસ્માત

પાલનપુર-ડીસા હાઇવે પર લડબી નાળા નજીક તિરુપતિ ટાઉનશીપ સામે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા બે યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાસ્થળે ઉપસ્થિત પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા મુજબ, ડીસા હાઇવે પર તિરુપતિ ટાઉનશીપ સામે હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઈક પર સવાર મામા અને ભાણીયો રસ્તા પર પટકાયા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રક નીચે આવી જતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.

મૃતકો ઠાકોર સમાજના ડાંગિયા મડાણા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર