રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

થરા નજીક અકસ્માત: વડાના પરા પાસે ખાદ્યતેલના ડબા ભરેલી ટ્રક પલટી

થરા નજીક અકસ્માત: વડાના પરા પાસે ખાદ્યતેલના ડબા ભરેલી ટ્રક પલટી

ચાલકને સામાન્ય ઇજા થતા સારવાર હેઠળ

થરા-શિહોરી નેશનલ હાઈવે પર વડાના પરા નજીક સોયાબીન તેલના ડબા ભરેલા એક ટ્રેલરને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ટ્રેલર ચાલક ઈજાગ્રસ્ત થતાં તેને થરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જાણવા મળતી માહિતી અનુસાર, આ કન્ટેનર ટ્રેક (નં.જી.જે.૧૨ બી.ઝેડ.૮૨૫૦) ગાંધીધામ-કંડલા તરફથી સોયાબીન તેલના ડબા ભરીને રાજસ્થાન જઈ રહ્યું હતું. ત્યારે રાધનપુર- શિહોરી ડીસા નેશનલ હાઈવે પર પસાર થતા ઓગડ તાલુકાના થરાથી વડા નજીક વડાના પરા પાસે પહોંચતા ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડની સાઈડમાં પલટી ગયું હતું. અકસ્માતની જાણ થતાં થરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે થરા જે.વી.શાહ સરકારી રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.જ્યાં તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર