રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા21 જુલાઈ, 2025| Super Admin

કાણોદર નજીક એસ.ટી.બસ અને બાઈક વચ્ચે અકસ્માત; બાઈક ચાલકનું મોત 1 ને ઇજા

કાણોદર નજીક એસ.ટી.બસ અને બાઈક વચ્ચે અકસ્માત; બાઈક ચાલકનું મોત 1 ને ઇજા
પાલનપુર-અમદાવાદ હાઇવે પર ઠેરઠેર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેને પગલે ટ્રાફિક પ્રભાવિત થતા છાશવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી.બસની ટકકરે બાઈક સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર કાણોદર નજીક એસટી બસની અડફેટે બાઈક ચાલકનું મોત થતા વધુ એક પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-ધાનેરા બસ ના ચાલકે બાઈક ચાલક ને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. દરમિયાન, પોલીસે આવી ટ્રાફિક પૂર્વવત કરાવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પુલની કામગીરી વચ્ચે બન્યો અકસ્માત ઝોન; પાલનપુર અમદાવાદ હાઇવે પર ગઠામણ-કાણોદર-છાપી સહિત ઠેરઠેર બ્રિજની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ટ્રાફિક જામ થઈ જતા છાશવારે અકસ્માત સર્જાઈ રહ્યા છે. એકબાજુ બિસ્માર હાઇવે અને ઉપરથી ચાલી રહેલી કામગીરીને કારણે અવારનવાર સર્જાતા અકસ્માતો ને લઈ અને વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં જ આર એન્ડ બી માં વર્ક આસીટન્ટ તરીકે ફરજ બજાવતા આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે ફરી એકવાર બાઈક ચાલક કાળનો કોળિયો બનતા અમદાવાદ હાઇવે અકસ્માત ઝોન સાથે જીવલેણ પુરવાર થઇ રહ્યો છે.

સંબંધિત સમાચાર