ઊંઝા બ્રાહ્મણવાડા હાઇવે પર પસાર થઇ રહેલ ગાડી અને આઇશર ટ્રક વચ્ચે અકસ્માત: દંપતીને ઇજા

ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ; ઊંઝા સિદ્ધપુર હાઇવે રોડ પર બ્રાહ્મણવાડા ગામ નજીક ગાડી લઈ પાલનપુર જઈ રહેલ ચાલકને એક ટ્રક અચાનક બેદરકારીપૂર્વક જમણી બાજુએ કટ ઉપર વળી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં દંપતીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે આઇશર ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુર ખાતે આવેલ તિરૂપતિ બેંગલોઝમાં રહેતા શૈલેષ કુમાર બાબુભાઈ રાજગોર રહે છે. જેઓ પોતાની પત્ની હિનાબેન સાથે પુત્ર ઇંગ્લેન્ડથી આવતો હોઈ અમદાવાદ લેવા ગયા હતા બાદમાં પરત પાલનપુર ફરી રહ્યા હતા. જેઓ બ્રાહ્મણવાડા હાઇવે પર પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન એક આઇશર ટ્રકના ચાલકે પોતાની ટ્રક ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અચાનક બેદરકારી પૂર્વક જમણી બાજુએ કટ ઉપર વળી જઈ ગાડીને અક્સ્માત કરી શૈલેષભાઈ અને તેઓની પત્ની હિનાબેનને નાની મોટી ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે શૈલેષભાઈના નિવેદને આધારે આઇશર ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Emergency Medical Response#Road Safety Concerns#Accident Report#Unjha Highway Accident#Car and Truck Collision#Couple Injured in Accident#Eicher Truck Driver Negligence#Unjha Police Investigation#Highway Traffic Incident#Brahmanwada Village Accident#High-Speed Driving Issues#Injury Treatment
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
6 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
