રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં જાટ સમાજના 500 જેટલા યુવાનોએ 'જાટ' ફિલ્મ નિહાળી

ડીસામાં જાટ સમાજના 500 જેટલા યુવાનોએ 'જાટ' ફિલ્મ નિહાળી
ડીસામાં લાગેલી જાટ ફિલ્મ નિહાળવા માટે ડીસા તાલુકાના વિવિધ ગામોમાંથી 500 થી વધુ યુવાનો 100 જેટલા ટ્રેકટર લઇ ડીસાના રાજમન્દિર થિયેટર ખાતે આવી પહોંચ્યા હતા. તાજેતરમાં બહુ કમાણી કરતી હિન્દી ફિલ્મ "જાટ" ભારે લોકપ્રિયતા મેળવી રહી છે. ત્યારે આ ફિલ્મ ડીસામા આવેલ રાજમન્દિર થિયેટરમાં લાગતા ડીસા તાલુકાના લક્ષ્મીપુરા, શેરપુરા, યાવરપુરા, સહિતના ગામોમાં વસવાટ કરતા જાટ સમાજના 500 જેટલાં યુવાનો 100 જેટલાં ટ્રેકટર ઉપર સવાર થઇ રેલી સ્વરૂપે રાજમન્દિર આવી પહોંચ્યા હતા. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી,પૂર્વ ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યા, માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાંઈ દ્વારા આ તમામ યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફિલ્મ જાટમાં જાટ સમાજના એક યુવાનની બહાદુરી અને હિંમતની વાર્તાને લઇને આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક સાથે 100 ટ્રેક્ટર સાથે 500 જેટલાં યુવાનો રેલી સ્વરૂપે આવી પહોંચતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર