રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભર તાલુકાના અબાળા ગામે દબાણ હટાવ મુદ્દે મનદુઃખ રાખી ધીંગાણું ખેલાયું

ભાભર તાલુકાના અબાળા ગામે દબાણ હટાવ મુદ્દે મનદુઃખ રાખી ધીંગાણું ખેલાયું
અબાળા ગામે એક સમાજના બે પરીવારો સામસામે અથડાતાં.. બન્ને પક્ષના ૧૨ લોકો ઘાયલ થતાં ફફડાટ ભાભર તાલુકાના અબાળા ગામે રવિવારે સવારે એક જ સમાજના બે જુથો વચ્ચે દબાણ હટાવ મુદ્દે મનદુઃખ રાખી ધીંગાણું ખેલાયું હતું જેમાં ૧૨ લોકો ને નાના મોટી ઈજાઓ થતાં ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ભાભર તાલુકાના અબાળા ગામે રવિવારે સવારે વર્તમાન સરપંચ અને પૂર્વ સરપંચના પરીવારના સભ્યો ધોકા લાકડી વડે દુકાનો પાસે કેટલાક શખ્સો એક બીજા ઉપર તુટી પડ્યા હતા. જે બાબતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે સુઈગામ ભાભર હાઇવે ઉપર બન્ને પક્ષના વાહનો સામે સામે દ્વારા ટકકર મારી તોડફોડ થતાં  આખો હાઈવે બાનમાં લીધો હતો જેના કારણે વાહનચાલકોમાં અને પસાર થતા લોકોમાં ભય ફેલાયો હતો. અબાળા ગામે ઠાકોર સમાજના બે જુથો વચ્ચે જાહેરમાં ધોકા વાળી થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં બન્ને પક્ષના ૧૨ જેટલા લોકો ને નાનામોટી ઈજાઓ થતાં સારવાર અર્થે ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ઘાયલોને વધુ સારવાર અર્થે પાટણ અને ડીસા રિફર કરવામાં આવ્યા છે. ભાભર પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી ૪ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કામે લાગી ગઈ છે. જેમાં એક ટીમ પાટણ અને એક ટીમ ડીસા ઘાયલોના નિવેદન બાદ ફરીયાદ લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર