રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 એપ્રિલ, 2025| Super Admin

પાટણના કણી ગામનો પ્રજાપતિ યુવાન નેવીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત ફરતા ગ્રામજનોએ હ્દય થી વધાવ્યો

પાટણના કણી ગામનો પ્રજાપતિ યુવાન નેવીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત ફરતા ગ્રામજનોએ હ્દય થી વધાવ્યો

કણી ગામ માંથી નેવીમાં મેડિકલ ઓફિસરની પરીક્ષા પાસ કરનાર પ્રજાપતિ યુવાને ગામને ગૌરવ અપાવ્યું પાટણ તાલુકાના કણી ગામના એક સામાન્ય પ્રજાપતિ પરિવારના યુવાને ભારતીય નેવીમાં મેડિકલ ઓફિસર તરીકે ની ટ્રેનિંગ સફળતા પૂર્વક પૂરી કરીને વતન પરત ફરતા યુવાનના પરિવાર સહિત સમગ્ર કણી ના ગ્રામજનોએ હ્દય થી વધાવ્યો હતો. પાટણ તાલુકાના કણી ગામ માં રહેતા અને હીરા ધસીને પરિવારના ચાર સભ્યોનું જીવન નિર્વાહ કરતા કલ્પેશભાઈ ના એક ના એક પુત્ર ખુશ કે જે નાનપણ થી જ ખૂબ મહેનતું અને હોશિયાર હોય તેને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતીય સેનામાં નોકરી મેળવવાનું સ્વપ્ન સેવ્યું હતું અને તે માટે તે તનતોડ મહેનત કરતો હતો જેના પરિણામે તેની ભારતીય નેવીમાં મેડિકલ ઓફિસર તરીકે પસંદગી થઈ હતી અને ઇન્ડિયન નેવીમાં મેડિકલ ઓફિસર તરીકે ઓરિસ્સા ના ચિલ્કા સેન્ટરમાં ચાર મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને બીજો એક મહિનો વિશાખાપટ્ટનમ ખાતે ટ્રેનિંગ પૂરી કરીને ગતરો પોતાના વતન કણી ગામે પરત આવતા ખુશ પ્રજાપતિ ને તેના પરિવાર સહિત પ્રજાપતિ સમાજે અને સમસ્ત કણીના ગ્રામજનોએ હ્દય થી વધાવી તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કણી ગામના પ્રજાપતિ સમાજ માંથી પ્રથમ નવ યુવાન નું નેવી માં સિલેકશન થતા સમગ્ર પ્રજાપતિ સમાજ અને કણી ગામના ગ્રામજનો એ ગૌરવ ની લાગણી અનુભવી છે. ખુશ પ્રજાપતિ ટુક સમયમાં મુંબઈ નેવી માં નોકરી માં હાજર થનાર હોવાનું તેઓના પરિવારજનોને જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર