રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ધાનેરા

ધાનેરામાં ૪૫૪ ગ્રામ અફીણ રસ સાથે એક શખ્સ ઝડપાયો

ધાનેરામાં ૪૫૪ ગ્રામ અફીણ રસ સાથે એક શખ્સ ઝડપાયો

ધાનેરાના રેલવે પુલના છેડા પર ગતરાત્રીના સમયે ધાનેરા પોલીસના હેડ કોન્સ્ટેબલ ભૂરાભાઈ કેવદાભાઈ અને અનાર્મ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ મુળાભાઇ વાહનોની તપાસ કામગીરીમાં હતા ત્યારે હાઇવે પર પાલનપુર તાલુકના મલાણા ગામનો દલજીભાઈ જલાભાઈ ચૌધરી શંકાસ્પદ જણાઈ આવતાં તેની પાસે જઈ પૂછપરછ કરતા તેને તેના હાથમાં રહેલ એક થેલી પાછળના બાજુ ફેંકી દીધી હતી. આથી પોલીસે થેલીની તપાસ કરતા તેમાં અફીણનો રસ હોવાનું માલુમ પડતા તેને ધાનેરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસે રૂ.૪૫૪૦૦ ની કિંમતનો ૪૫૪ ગ્રામ અફીણનો રસ તથા મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૭૬૯૯૦ ના મુદ્દામાલ કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર