રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા ગવાડી બિહારીબાગમાંથી 13.7 ગ્રામ મેફેડ્રોન સાથે એક શખ્સની ધરપકડ કરાઈ

ડીસા ગવાડી બિહારીબાગમાંથી 13.7 ગ્રામ મેફેડ્રોન સાથે એક શખ્સની ધરપકડ કરાઈ

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા ગવાડી બિહારીબાગ વિસ્તારમાંથી 13.7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી છે. આરોપી આ ડ્રગ્સ છૂટક વેચાણ માટે લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન અને વજન કાંટો સહિત કુલ રૂ. 46,100 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. કોટવાલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, બિહારીબાગ વિસ્તારમાં રહેતો સરવરહુસેન કાદરભાઈ કુરેશી પોતાના રહેણાંક મકાનમાં માદક પદાર્થનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીના ઘરની તલાશી લીધી હતી.પોલીસ તપાસ દરમિયાન આરોપીના રૂમમાં પડેલા બ્રાઉન કલરના બુટની અંદરથી કાળા કલરના પ્લાસ્ટીકના ઝબલામાં છુપાવેલું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અધિકારીઓની હાજરીમાં તપાસ કરતા તે મેફેડ્રોન હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે 13.7 ગ્રામ મેફેડ્રોન સહિતની સામગ્રી જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે.પોલીસ પૂછપરછમાં આરોપી સરવરહુસેન કુરેશીએ આ માદક પદાર્થ થરાદના હરેશભાઈ પ્રજાપતિ પાસેથી ખરીદ્યું હોવાની કબૂલાત કરી છે. પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા બાદ હવે થરાદના આ શખ્સની શોધખોળ શરૂ કરી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ એમ.બી. કોટવાલ દ્વારા કરવામાં આવી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર