પાલનપુર-અમદાવાદ હાઇવે પર એસબીપુરાના પાટિયા પાસેથી એક દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ હતી. પોલીસે દારૂ ભરેલી રીક્ષા સાથે રૂ.4.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. એલ.સી.બી પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીના આધારે નાકાબંધી કરી હતી. જેમાં એસબીપુરા પાટીયા પાસે સાસુમા હોટલની આગળ હાઇવે રોડ ઉપર રીક્ષા ગાડી નં.GJ 38 WA 5755 ના ચાલક જય જસવંતકુમાર રાવળ રહે. ગોમતીપુર અમદાવાદ તથા શક્તિસિંહ શિવાજી ઠાકોર રહે.વામૈયા તા.સરસ્વતી જી.પાટણવાળાએ પોતાના કબ્જાની રીક્ષામાં ગે.કા અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર બોટલ નંગ-૨૩૨ કિ.રૂ.૨,૭૨,૩૫૪/- તથા ઓટો રીક્ષા કિ.રૂ.૧,૫૦, ૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૩૨,૩૫૪/- નો મુદ્દામાલ રાખી અનઅધિકૃત રીતે ઓટો રીક્ષામાં સંતાડી ચોરી છુપીથી ગુજરાતમાં ઘુસાડી ગુનો કર્યો હોઈ આરોપીઓ વિરૂધ્ધમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
એસબીપુરા પાટિયા પાસે દારૂ ભરેલી રીક્ષા સહિત કુલ રૂ.4.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#legal action#LCB police#Liquor Seizure#Vehicle Seizure#Highway Patrol#police operation#Illegal Liquor Trade#Accused Individuals#Indian-Made Foreign Liquor#Rickshaw Smuggling#Palanpur-Ahmedabad Highway#SB Pura Patiya#Smuggling Investigation#Palanpur Taluka Police Station
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
