રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 જુલાઈ, 2025| Super Admin

માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો અહેસાસ, પ્રકૃતિ સોળે કળાએ ખીલી

માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો અહેસાસ, પ્રકૃતિ સોળે કળાએ ખીલી

રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદી મોસમે રમણીય વાતાવરણ સર્જાયું છે. અરવલ્લી પર્વતમાળાની સૌથી ઊંચી ચોટી પર આવેલા આ સ્થળે હાલમાં રીમઝીમ વરસાદના છાંટા વચ્ચે પર્યટકો આનંદ માણી રહ્યા છે. વાદળો નીચે ઉતરીને જાણે માઉન્ટ આબુને આવરી લેતા હોય તેવો અદભુત નજારો સર્જાયો છે. પર્યટકો વાદળો વચ્ચે ફરતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. https://youtu.be/s-4ivp7b0Hc પર્વતોમાંથી વહેતા ઝરણાંઓમાં સ્નાનનો આનંદ માણી રહ્યા છે.છલોછલ ભરાયેલા નખી તળાવમાં બોટિંગની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે. આબુરોડ માઉન્ટ રોડ પર રીંછ પરિવાર પણ જોવા મળ્યો છે. કાશ્મીર જેવા વાતાવરણમાં પર્યટકોની વધતી સંખ્યાથી સ્થાનિક લોકો પણ ખુશ છે.હાલમાં માઉન્ટ આબુનું વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. કુદરતની અનોખી ભેટ સમાન આ પર્વતીય વિસ્તારમાં ડુંગરોની કોતરો વચ્ચે મનમોહક દૃશ્યો સર્જાયા છે, જે દરેક મુલાકાતીને મંત્રમુગ્ધ કરી દે છે.

સંબંધિત સમાચાર