રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

માલગઢ ખાતે ડીસા તાલુકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા નીકળી : સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું

માલગઢ ખાતે ડીસા તાલુકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા નીકળી : સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું

'હર ઘર તિરંગા' અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે આજે તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ડીસા તાલુકાના માલગઢ ગામે તાલુકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.​આ ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ માલગઢની ઐતિહાસિક ભૈરવ ટેકરી ખાતેથી થયો હતો. ત્યાંથી નીકળેલી યાત્રા માલગઢ સ્થિત આદર્શ હાઈસ્કૂલ થઈને કૈલાસ ટેકરી ખાતે સંપન્ન થઈ હતી.​

આ તિરંગા યાત્રામાં ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રામાં ​વિશાળ સંખ્યામાં સ્થાનિક યુવાનો અને ગ્રામજનો જોડાયા હતા.​સહુ કોઈએ હાથમાં ત્રિરંગો ધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર અને સન્માન પ્રગટ કર્યું હતું.​સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.​યાત્રા દરમિયાન સમગ્ર માલગઢ ગામ “ભારત માતા કી જય” અને વંદે માતરમ ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. હાથમાં દેશની આન, બાન અને શાન સમો તિરંગો લઈને નીકળેલા જનમેદનીના લીધે સમગ્ર દિવસ દરમિયાન ગામમાં ઉત્સવ અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશપ્રેમ, રાષ્ટ્રભક્તિ તથા રાષ્ટ્રીય એકતાનો પ્રેરણાદાયી સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો ​મોટી સંખ્યામાં લોકોની સ્વયંભૂ ઉપસ્થિતિ અને ઉત્સાહે આ તાલુકા કક્ષાની તિરંગા યાત્રાને અત્યંત ભવ્ય, સફળ અને યાદગાર બનાવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર