રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા30 જુલાઈ, 2026| Super Admin

દાંતા નજીક ગમખ્વાર અકસ્માત: બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર, યુવક-યુવતીના ઘટનાસ્થળે મોત

દાંતા નજીક ગમખ્વાર અકસ્માત: બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર, યુવક-યુવતીના ઘટનાસ્થળે મોત

 દાંતા તાલુકાના જીતપુર-લોટોલ ગામ નજીક આવેલ માણેકનાથ ગુફા તરફ જવાના માર્ગ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માણેકનાથ મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલી બાઇક સ્વિફ્ટ કાર સાથે ધડાકાભેર અથડાતા બાઇક પર સવાર એક યુવક અને યુવતીના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે માંકડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવક અને યુવતીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બનાવને પગલે સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીનો માહોલ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતના ચોક્કસ કારણ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ટેગ્સ:#danta##RoadAccident

સંબંધિત સમાચાર