રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવમાં ભાજપ સંગઠન અને તંત્રના સહિયારા પ્રયાસથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

વાવમાં ભાજપ સંગઠન અને તંત્રના સહિયારા પ્રયાસથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

રાજ્યભરમાં હર ઘર ઘર તિરગા અભિયાનનો પ્રારંભ દેશના 80 મા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની સમગ્ર ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાનનો ભવ્ય અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે વાવ શહેર ખાતે વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી અને સરકારી તંત્રના સહિયારા પ્રયાસથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જેના ભાગરૂપે વાવ હાઈવે વિસ્તાર ખાતે થી નીકળેલી તિરંગા યાત્રા એ વાવ શહેરના વિવિધ વિસ્તારોમાં પરદીક્ષણા કરી હતી. જેમાં દેશ ભક્તિના નારા સાથે નીકળેલી આ તિરંગા યાત્રા વાવ શહેરનું આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

 વાવ શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. વાવના યુવા ધારા સભ્ય અને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશજી ઠાકોર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ બાપુ ચૌહાણ વાવ તાલુકા પંચાયતના પ્રમુખ રામસેગજી રાજપૂત (કેશરકૃપા) પૂર્વ પ્રમુખ કાનજી ભાઈ રાજપૂત વાવ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ સોઢા ધરણીધર તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ વાવ તા.ભાજપ મહામંત્રી ધનજી રબારી ભગવાન ભાઈ વ્યાસ બનાસ ડેરીના ડિરેકટર રાયમલ ચૌધરી સહિત ભાજપના અગ્રણી ઓ કાર્યકરો સરકારી અધિકારી પી.આઇ.એસ.એમ વસાવા સહિત પોલીસ હોમગાર્ડ જી.આર.ડી સ્ટાફ વિદ્યાર્થી ગણ મુસ્લિમ બિરાદરો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. દેશ ભક્તિના નારા સાથે નીકળેલી આ તિરંગા યાત્રાથી સમગ્ર વાવ શહેરનું વાતાવરણ દેશ ભક્તિના રંગે રંગાઇ ગયું હતું.  વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશજી ઠાકોરે જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ વર્ષે રાજ્યભરમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. જેને લઈને નાગરિકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

આ પવિત્ર રાષ્ટ્રીય મહોત્સવને સફળ બનાવવા માટે સમગ્ર રાજ્યભરમાં જનભાગીદારીના માધ્યમથી ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને દેશભક્તિની અનન્ય ભાવનાઓને પ્રગટ કરી રહ્યા છે. તિરંગા યાત્રાનું આયોજન સમગ્ર દેશ અને રાજ્યભરમાં થતાં દેશભક્તિના માહોલ વધુને વધુ ઉજાગર થઈ રહ્યો છે. જનભાગીદારી સાથે તિરંગા યાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#vav

સંબંધિત સમાચાર