રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા તાલુકાના ભીલડીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ડીસા તાલુકાના ભીલડીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ભીલડી માર્કેટયાર્ડ ખાતે આવેલા શ્રી ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિર ખાતે થી રેલવે સ્ટેશન રોડ તેમજ મેન બજાર થી ભીલડી પોલીસ સ્ટેશન ગોગા મહારાજના મંદિર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમા ડીજે સાથે  ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. જેમા ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલ, બ.કા જીલ્લા ભાજપ અધ્યક્ષ કિર્તીસિહ વાઘેલા, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, તેમજ ભીલડી ભાજપ મંડળ પ્રમુખ ગમનસિંહ રાઠોડ, ભીલડી ભાજપ મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, મહામંત્રી બાબુભાઈ દેસાઈ, પુર્વ પ્રમુખ પનસિંહ સોલંકી, પુર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અલ્કેશભાઈ જોષી, ભીલડી ભાજપ મંડળના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ સાથે ભીલડી પોલીસ સ્ટેશન સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજકીય, સહકારી આગેવાનો સરપંચો, વેપારી મંડળ, પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલ શાળા આચાર્ય તેમજ શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા, તિરંગા યાત્રા કાર્યક્રમ બાદ ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર