બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
રબારીયા ગામની સીમમાં મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાવ્યું

રબારીયા ગામની સીમમાં બાજરીની કાપણી કરતા મહાકાય અજગર દેખાતા ખેતરમાં અફડાતફડીનો માહોલ સર્જાયો
અમીરગઢ તાલુકાના રબારીયા ગામના ખેતરમાં બાજરીની કાપણી કરતા અંદાજે પાંચ ફૂટ અજગર દેખાયો અમીરગઢ તાલુકાના રબારીયા ગામેં ડાભી મથુરસિંહ અજમલસિંહ પોતાના સર્વે નંબરમાં ખેતરમાં મજૂર દ્વારા બાજરીની કાપણી કરી રહ્યા હતા. દરમિયાન બાજરીની કાપણી કરતા એક મજૂરના હાથમાં અજગરનો પાછળનો ભાગ આવી જતા મજૂરો ગભરાઈ ગયા હતા. બાજરીને ચાર ઊંચી કરતા અજગર દેખાયો હતો. આ અંગે ખેતરના માલિક ડાભી મથુરસિંહ અજમલ સિંહ અમીરગઢ આર.એફ.ઓ. કચેરીમાં જાણ કરતા તાત્કાલિક બે વન કર્મચારીઓ રબારીયા ગામમાં ખેતર માલિકના ખેતર આવી ગયા અને અજગરને પકડીને બહાર કોથળામાંની બોરીમો પૂરીને ખાપાના જંગલમાં હેમખેમ છોડી મૂકવામાં આવ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Wildlife Conservation#Amirgarh Taluka#Agricultural Impact#Millet Harvesting#Human-Wildlife Interaction#Python Rescue#Rabaria Village#Local Farming#Forest Officials#Animal Relocation
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
2 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
