રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના મોટી ઘરનાળ ગામે વીજ ડીપીને અડકતા ગાયનું મોત નિપજ્યું

ડીસાના મોટી ઘરનાળ ગામે વીજ ડીપીને અડકતા ગાયનું મોત નિપજ્યું

સદનસીબે વહેલી સવારે શનિવાર હોવાથી કોઈ શાળાના વિદ્યાર્થીનો ભોગ બને તે પહેલાં ગાયનું મોત નિપજ્યું. ડીસા તાલુકાના મોટી ધરનાળ ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી ડીપીમાંથી વીજ કરંટ ઉતરતા એક ગાયનું મોત થવાની ધટના ધટી છે. મોટી ધરનાળ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી વીજ ડી.પી.ની ફરતે જાળી મારેલ ન હોવાને લીધે ગાય વિજ ડીપીને અડકતા વિજ કરંટથી ગાયનુ મોત થવા પામ્યું હતું. યુજીવીસીએલ દ્વારા દરેક ડીપીની ફરતે જાણી નાખવામાં આવેલ છે. પરંતુ આ બાબતે વીજ કંપનીના કર્મચારીઓએ શાળાનો વરંડો બનતો હોવાથી જાળી મારી ન હતી તેવું જણાવી રહ્યા છે જેથી ખુલ્લી ડીપી માં ગાય અડકતા જતાં મોત થયું છે. જો કે ડી.પી.ની બાજુમાં વરંડાની જગ્યા છોડીને જાળી મારી હોત તો આ ગાયનો જીવ બચી જાત તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ બનાવ રાત્રીના સમયે બન્યો હતો. અને વહેલી સવારે શનિવાર હોવાથી જો  શાળા એ આવેલ બાળકો રમતા રમતા ડીપી ને અડતા  બાળક નો પણ ભોગ લેવાત પરંતુ સદભાગ્યે ગાય ડીપીને અડકતા તેનુ મોત નિપજ્યું હતું. જેથી ગામ લોકો અને શિક્ષકોએ પણ જાગૃત બની ગયા હતા. અને આ અંગે વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી. ત્યારે વીજ કંપની દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ છે.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર