રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં મોડી રાત્રે ડીજે વગાડવા મુદ્દે ધ્વની પ્રદૂષણનો ગુનો દાખલ

ડીસામાં મોડી રાત્રે ડીજે વગાડવા મુદ્દે ધ્વની પ્રદૂષણનો ગુનો દાખલ

ડીસાની ભોપાનગર પોલીસ ચોકી નજીક રહેતા ઇસમ દ્વારા સુપ્રિમ કોર્ટના ડાયરેક્શનનું ઉલ્લંઘન કરીને મોડી રાત સુધી લાઉડ સ્પીકર અને ડી.જે. સાઉન્ડના ઉપયોગ પર પ્રતિબંધના નિયમોની ભંગ કરવામાં આવ્યો છે.જેથી સુપ્રિમ કોર્ટના નિયમો અનુસાર, રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર અને ડી.જે. સાઉન્ડનો ઉપયોગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે ડીસા દક્ષિણ પોલીસને માહિતી મળી હતી કે, ડીસાના ભોપાનગર વિસ્તારમાં મોટા અવાજે ડી.જે. સાઉન્ડ વાગે છે. જેના આધારે પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન તપાસ કરતા પ્રકાશભાઈ પટ્ટણી તેમના દીકરાના લગ્ન પ્રસંગે કોઈપણ કાયદેસર પરમીટ કે મંજૂરી વિના વગાડતા હોવાનું જણાયું હતું. આ ડીજેનો અવાજ સ્થાનિક રહેણાંક વિસ્તારના લોકોને ત્રાસનો સામનો કરાવતો હતો. આ ઉપરાંત, તેઓએ પોતાના ડી.જે. સિસ્ટમનો ઉપયોગ પરમીટ વિના કર્યો હતો, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ત્યાંથી બે કાળા લાકડાની બોડીવાળા સ્પીકરો તથા એક એમ્પ્લીફાયર કબજે કર્યા છે. આ બે સ્પીકરો અને એક એમ્પ્લીફાયરની કુલ કિંમત રૂ. 80000/- છે.આ કેસમાં પુછપરછ અને તપાસ કરતાં ભારતીય દંડ સંહિતાની કલમ ઉપરાંત અવાજ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ તપાસ હાલ ચાલુ છે, અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેમ પોલીસે જણાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર