અંગ્રેજોની ગુલામી માંથી ભારતને આઝાદ થયે ૭૯ વર્ષ થયા. આઝાદ ભારત પ્રત્યેના દેશપ્રેમ અને દેશદાઝ દાખવવા સૌ ભારતીય નાગરીકો ૧૫ ઓગસ્ટ ના દિને અનોખા ઉત્સાહ સાથે ઉજવણી કરી રહયા છે. પાલનપુરની શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વસ્તિક સ્કાઉટ બેન્ડ દ્વારા ભવ્ય સ્વાગતવિધિ બાદ સ્વસ્તિક મહિલા કોલેજ ના લિફ્ટનાં દાતા રામજીભાઈ ભેમજીભાઇ ઓમેયા (સલ્લા) નાં વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના દરેક વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા દેશદાઝ અને દેશપ્રેમ ને લગતા ગીતો સહિત ડાન્સ, સમૂહ ગીત, ગરબા, રાસ, કૃષ્ણભક્તિ ગીતો, લોકનૃત્યો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર ખાતે ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વ અને જન્માષ્ટમીની હર્ષભેર ઉજવણી કરાઇ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Palanpur#Independence day#Cultural Celebration#Janmashtami#Swastik Educational Complex#Flag Hoisting#Matki Phod#Patriotic Songs#Student Performances#Scout Band
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
11 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
