રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા28 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસાના રસાણા નાના ગામમાંથી તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા

ડીસાના રસાણા નાના ગામમાંથી તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા
એલસીબી પોલીસ દ્વારા રૂ. ૩૧,૯૭૦/-નો મુદ્દામાલ જપ્ત; જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની સૂચના મુજબ, દારૂ અને જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે એલ.સી.બી. પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત, એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ, ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રસાણા નાના ગામમાં દરોડો પાડ્યો હતો.​આ દરોડામાં, ગામના ઠાકોર વાસમાં આવેલા બ્રામણી માતાના મંદિરની પાછળ બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ૬ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. ૧૫,૯૭૦/-, મોબાઈલ ફોન નંગ-૩ (કિંમત રૂ. ૧૬,૦૦૦/-), અને ગંજીપાના નંગ-૫૨ સહિત કુલ રૂ. ૩૧,૯૭૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા તમામ ઈસમો વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર