રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા30 એપ્રિલ, 2025| Super Admin

મહેસાણા જિલ્લાના 333 પર્યાવરણ પ્રેમી શિક્ષકો શિક્ષણમંત્રી ડૉ.કુબેર ડીંડોરના હસ્તે સન્માનિત

મહેસાણા જિલ્લાના 333 પર્યાવરણ પ્રેમી શિક્ષકો શિક્ષણમંત્રી ડૉ.કુબેર ડીંડોરના હસ્તે સન્માનિત
શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે રાજ્યના ૨૫૨૫ પૈકી મહેસાણા જિલ્લાના ૩૩૩ પર્યાવરણ પ્રેમી શિક્ષકોને સન્માનિત કર્યા હતા. પ્રકૃતિના સંરક્ષક અને સંવર્ધન માટેના પરિણામલક્ષી કાર્યો તથા કર્તવ્યનિષ્ઠા બિરદાવવા પર્યાવરણ સંરક્ષક એવોર્ડ–૨૦૨૫ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાના પર્યાવરણ પ્રેમી શિક્ષકોને સન્માનિત કરવા માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડો૨ના અધ્યક્ષ સ્થાને રાજ્યના ૨૫૨૫ પૈકી મહેસાણા જિલ્લાના ૩૩૩ પર્યાવરણ પ્રેમી શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણીય પડકારો ઉભા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના માર્ગદર્શનથી માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ - મહેસાણા, અનંત એજ્યુકેશન અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર દ્વારા પ્રકૃતિના સંરક્ષક અને સંવર્ધન માટેના પરિણામલક્ષી કર્યો તથા કર્તવ્ય નિષ્ઠાને બિરદાવવા માટે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-૨૦૨૫નો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રીકુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે મહેસાણા જિલ્લાના ૩૩૩ પર્યાવરણ પ્રેમી શિક્ષકોનું શીલ્ડ અને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. “હું છું પર્યાવરણ સંરક્ષક અભિયાનમાં સહભાગી થઈને પ્રકૃતિના સંરક્ષણ અને સંર્વઘનમાં જનજાગૃતિ, વિદ્યાર્થી પ્રોત્સાહન તથા અન્ય કોઈપણ દ્રષ્ટિકોણથી વિશેષ યોગદાન આપતા શિક્ષકોને સન્માનિત કરીને ગૌરવ અને અત્યંત આનંદ અનુભવ્યો હતો. આ સન્માન કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાની સુરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક વિજયકુમાર ભીખાભાઈ રાવળ દ્વારા પોતાની શાળામાં સ્થાનિક પર્યાવરણીય સમસ્યાઓને અગ્રતા આપી શાળા કક્ષાએ પ્રકૃતિપ્રેમી બની ચકલી બચાવો અભિયાન, પ્લાસ્ટિક મુક્ત શાળા, પક્ષીઓ માટે કુંડા અને પંખીઘર, વૃક્ષો વાવો સંકલ્પ અભિયાન અંતર્ગત વટવૃક્ષ ઉછેર અને સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન વગેરે જેવા સેવાકીય યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું છે. પર્યાવરણ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરનાર કનૈયાલાલ બી. પટેલ, જગુદન કન્યા શાળા, તા. મહેસાણાને વૃક્ષો વાવો સંકલ્પ અભિયાન અંતર્ગત વટવૃક્ષ ઉછેર અને સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન વગેરે યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર