રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

3 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત; મોટરસાઈકલ સ્લીપ ખાઇ જતાં અકસ્માતનો ભોગ બન્યા

3 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત; મોટરસાઈકલ સ્લીપ ખાઇ જતાં અકસ્માતનો ભોગ બન્યા

થરાદ-સાંચોર હાઈવે પર આજરોજ પ્રજાસત્તાકના દિવસે બે અકસ્માત થયા હતા. આ બે અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે. પ્રથમ અકસ્માત પીલુડા નજીક બન્યો, જ્યાં એક ટ્રક ચાલકે રાહદારીને કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી.બીજા અકસ્માતમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતાં રોડ પર ચીકાશ યુક્ત કેમિકલ રેલાઈ ગયું હતું. આ કેમિકલના કારણે રોડ લપસણો બની ગયો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા બે યુવકોની મોટરસાઈકલ સ્લીપ ખાઇ જતાં અકસ્માતનો ભોગ બન્યા હતા. થરાદના મિયાલ નજીક આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી જતાં હાઈવે પર ચીકાશ યુક્ત કેમિકલ ફેલાઈ ગયું હતું. આ કેમિકલને કારણે રોડ અત્યંત લપસણો બની જતાં અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની હતી. અનેક મોટરસાયકલ અને સ્કૂટર સ્લિપ થઈ જતાં તેમના ચાલકો રોડ પર પટકાયા હતા. વધુમાં, ફોર વ્હીલર વાહનોને બ્રેક લગાવવામાં મુશ્કેલી પડતાં ત્રણથી વધુ ગાડીઓ વચ્ચે ચેઈન અકસ્માત સર્જાયો હતો. આ કેમિકલને કારણે રોડ અત્યંત લપસણો બની જતાં આકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર બે લોકોના મોત થયા છે. આ લોકોને ઘટનાની જાણ થતા પોલીસને જાણ કરી હતી. કેમિકલના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર