રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 ડિસેમ્બર, 2024| Super Admin

વડગામ પંથકમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને 20 વર્ષની સજા

વડગામ પંથકમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને 20 વર્ષની સજા
આરોપી ઈમ્તિયાઝ સુમરાને પોક્સો હેઠળ પણ 20 વર્ષની સજા: વડગામ પંથકમાં સને 2020માં શાળાએથી ઘરે જઈ રહેલા બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હતું. જે કેસમાં કોર્ટે આરોપીને તકસરીવાન ઠેરવી 20 વર્ષની સજા અને રૂ.50,000 નો દંડ ફટકાર્યો હતો. વડગામ પંથકમાં 2020 ના વર્ષમાં 10 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શાળાએથી ઘરે જઈ રહેલા કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધની કૃત્ય આચરવાની ઘટના ઘટતા તેના પિતાએ વડગામ પોલીસ સ્ટેશને ગત 28 મી ફેબ્રુઆરી 2020ના રોજ મૂળ ટીંબાચૂડીના અને બનાવ સમયે સીસરાણા ખાતે રહેતા ઈમ્તિયાઝ સુમરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ નામદાર સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે મેડિકલ પુરાવા, ફરિયાદી અને પીડિતની જુબાની ધ્યાને લઈને આરોપી ઈમ્તિયાઝ સુમરાને કલમ 377 ના ગુનામાં 20 વર્ષની સજા અને રૂ.50,000 નો દંડ ફટકાર્યો હતો. જ્યારે પોકસો કલમ તળે પણ 20 વર્ષની સજા ફટકારી હોવાનું સરકારી વકીલ જશુભાઈ પટેલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર