રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દિયોદરમાં પાણીમાં ડૂબતા 11 વષૅના બાળકનું મોત

દિયોદરમાં પાણીમાં ડૂબતા 11 વષૅના બાળકનું મોત

દિયોદરના ઢાળ ઉપરના વિસ્તારમાં રહેતા દેવીપુજક સમાજનો ૧૧ વર્ષીય બાળક શ્રવણભાઈ શોભાજી દેવીપૂજકનો કુદરતી હાજતે જવા ગયેલ. જેમાં અચાનક પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે, સ્થાનિક યુવાનોની નજર પડતાં તેમણે સમયસૂચકતા વાપરી દોરડા વડે બાળકને બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું, ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ગતરાત્રીના રોજ થયેલા ભારે વરસાદના કારણે દિયોદરમાં અનેકવિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે દેવી પૂજક પરિવાર રહે છે ત્યાં ચારે તરફ પાણી ભરાયા છે. ત્યારે મૃત્યુ પામેલ  ૧૧ વર્ષીય માસૂમ બાળકના પિતા છ વર્ષ પૂર્વે અવસાન પામેલ છે. અને માતાએ બીજા લગ્ન કરતાં બે ભાઇ-બહેન અનાથ બનતા કાકા ચમનજી હરદાસ દેવીપુજકને ત્યા રહે છે. ભાઇ મરણ પામતા ચાર વર્ષની બહેન નિરાધાર બનવા પામેલ છે. અકાળે અવસાનથી દેવીપૂજક પરિવાર સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deodar

સંબંધિત સમાચાર