રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કંબોઈ ચોકડી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા 10 ડમ્પર ઝડપાયા, કરોડોનો મુદ્દામાલ જપ્ત

કંબોઈ ચોકડી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા 10 ડમ્પર ઝડપાયા, કરોડોનો મુદ્દામાલ જપ્ત

કાંકરેજ સહિત જિલ્લામાં બનાસ નદીના પટમાં ગેરકાયદે રેત ખનન, તંત્રની કડક કાર્યવાહી

 જેના નામ પરથી સમગ્ર જિલ્લાની ઓળખ બનેલી છે તે બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીની અમૂલ્ય રેતીના ગેર કાયદેસર ખનન અને ઓવરલોડ પરિવહનનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવા ઉપરાંત નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાની પણ અનેક ફરિયાદો વચ્ચે આખરે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે.

78.jpg 132.79 KB
મળતી માહિતી મુજબ, કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી દ્વારા ઓવરલોડ રેતીના પરિવહન અંગે પાલનપુર ખાણ અને ખનીજ વિભાગને અહેવાલ મોકલવામાં આવ્યો હતો. તેના આધારે ભૂસ્તર વિભાગની ટીમે કંબોઈ ચોકડી ખાતે અચાનક સાંજના સુમારે ચેકિંગ હાથ ધરી ઓવરલોડ રેતી ભરેલા 10 ડમ્પરો કબજે કર્યા હતા. કબજે કરાયેલા વાહનો અને રેતી સહિતનો મુદ્દામાલ અંદાજે રૂ. 2 થી 3 કરોડનો હોવાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. તપાસ દરમિયાન તમામ ડમ્પરો પાસે નિયમ મુજબના રોયલ્ટી પાસ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ મંજૂર ક્ષમતા કરતાં વધુ રેતી ભરવામાં આવતા ઓવરલોડિંગના ગુનામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વિભાગે અત્યાર સુધી છ ડમ્પર માલિકો પાસેથી અંદાજે રૂ. 6 લાખનો દંડ વસૂલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય કેસોમાં પણ કાર્યવાહી પ્રક્રિયા ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

કંબોઈ ચોકડી વિસ્તારમાં સતત વધી રહેલા ઓવરલોડ રેતીના પરિવહનને ધ્યાનમાં રાખી હવે ખાણ અને ખનીજ વિભાગની ટીમને ત્યાં સતત દેખરેખ માટે તૈનાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આગામી સમયમાં ઓવરલોડ વાહનો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી બાદ ગેરકાયદે ખનન અને ઓવરલોડ પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સ્થાનિકોમાં પણ તંત્રની કાર્યવાહી અંગે સંતોષની લાગણી જોવા મળી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર