રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા21 મે, 2025| Super Admin

પાલનપુર એસ.ટી. નિગમના 7 ડેપોમાં 1.78 લાખ પાસ ઇશ્યું

પાલનપુર એસ.ટી. નિગમના 7 ડેપોમાં 1.78 લાખ પાસ ઇશ્યું
15 દિવસના ભાડામાં એક મહિનાની મુસાફરીનો 49,205 લોકોએ લાભ લીધો નિગમ દ્વારા વિદ્યાર્થી,રોજીંદી મુસાફરી,ગ્રામીણ કન્યા અને એપ્રેન્ટીસ પાસ આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા વિધાર્થીઓ તેમજ રોજીંદી મુસાફરીના ભાડામાં રાહત આપવા પાસ આપવામાં આવે છે.જેમાં પાલનપુર એસટી વિભાગના સાત ડેપો દ્વારા વર્ષ 2024-25માં વિદ્યાર્થી પાસ,રોજીંદી મુસાફરી પાસ,ગ્રામીણ કન્યા પાસ અને એપ્રેન્ટીસ પાસ મળી કુલ 1.78 લાખ ઉપરાંતના એસટી પાસ ઈશ્યું કરવામાં આવ્યા છે. એસટી નિગમ દ્વારા બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થી તેમજ મુસાફરોને રોજિંદા અપડાઉનમાં બસ ભાડામાં કન્સેકશન આપવામાં આવે છે. જેમાં રોજીંદી મુસાફરીમાં પંદર દિવસના ભાડામાં એક મહિનાની મુસાફરી અને ગ્રામીણ કન્યાને અભ્યાસ હેતુ નિશુલ્ક પાસ કાઢી આપવામાં આવે છે. જેમાં પાલનપુર એસટી વિભાગના તાબામાં આવતા અંબાજી,પાલનપુર,ડીસા,દિયોદર, થરાદ,રાધનપુર અને સિદ્ધપુર ડેપો દ્વારા વર્ષ 2024/25 માં વિદ્યાર્થીઓ માટે 63819 માસિક, 13779 ત્રિમાસિક અને 1008 સત્ર મળી 78606 પાસ ઇસ્યુ કરાયા છે. જ્યારે 49205 રોજિંદા મુસાફર પાસ, 50440 ગ્રામીણ કન્યા પાસ અને 643 એપ્રેંન્ટીસ પાસ મળી કુલ.1,78,894 પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં કન્યા પાસ વિના અન્ય મુસાફરો પાસ દ્વારા પચાસ ટકા રકમમાં મુસાફરીનો લાભ મેળવી રહ્યા છે. ચાર પ્રકારના પાસ કાઢવામાં આવે છે. ખાનગી વાહનો સાથેની હરિફાઈને લઈ એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં રાહત આપવા પાસ આપવામાં આવે છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થી પાસ,રોજિંદા મુસાફર પાસ,ગ્રામીણ કન્યા પાસ અને એપ્રેન્ટીસ પાસ મળી ચાર પ્રકારના એસટી પાસ ઇસ્યુ કરાય છે. જેમાં પાલનપુર એસટી વિભાગના સાત ડેપો દ્વારા 118898 માસિક, 33129 ત્રિમાસિક પાસ અને 26867 સત્રના પાસ મળી કુલ 1,78,894 પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું એસ.ટી. નિગમના અધિકારીએ જણાવી લોકોને તેનો લાભ લેવા અપીલ પણ કરી હતી.

સંબંધિત સમાચાર