રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાંતલપુરના જામવાડા નજીક ગેસ ટેન્કરે બાઈકને ટક્કર મારતા યુવકનું મોત

સાંતલપુરના જામવાડા નજીક ગેસ ટેન્કરે બાઈકને ટક્કર મારતા યુવકનું મોત

અકસ્માત સજૅનાર ટેન્કર ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થયો

સાંતલપુર તાલુકાના જામવાડા ગામ નજીક માધવ હોટલ પાસે કસ્ટમ હાઈવે રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુઈગામ તરફથી પૂરઝડપે આવી રહેલા ગેસ ટેન્કરે મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર યુવકનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.મૃતક યુવકની ઓળખ જામવાડા ગામના ગડસાયા વાસમાં રહેતા અશોક ઠાકોર તરીકે થઈ છે. તેઓ પોતાનું મોટરસાયકલ લઈને ખેતરે જઈ રહ્યા હતા. બપોરના સમયે માધવ હોટલ નજીક હાઈવે પર સામેથી આવી રહેલા એલ.પી.જી. ગેસ ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે ટેન્કર ચલાવી અશોકભાઈના બાઈકને અડફેટે લીધું હતું.આ અકસ્માતમાં અશોકભાઈને માથાના પાછળના ભાગે, મોઢા પર તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની જાણ થતા જ પરિવારજનો અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ ઘટના અંગે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#santalpur##RoadAccident

સંબંધિત સમાચાર