રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વડનગરમાં દુકાનના રિનોવેશન વખતે દીવાલ ધરાશાયી: કાટમાળ નીચે દટાયેલા બે લોકોનો બચાવ

વડનગરમાં દુકાનના રિનોવેશન વખતે દીવાલ ધરાશાયી: કાટમાળ નીચે દટાયેલા બે લોકોનો બચાવ

વડનગરમાં એક દુકાનના રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક દુકાનની જૂની દીવાલ ધરાશાયી થઈ જવાની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં કામ કરી રહેલા બે શ્રમિકો અચાનક કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. કોઈપણ પ્રકારની રાહત સામગ્રીની રાહ જોયા વગર સ્થાનિકોએ પોતાની સૂઝબૂઝ અને ભારે જહેમતથી કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું. ભારે પ્રયાસો બાદ બંને શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે સમયસર સ્થાનિકોની મદદ મળી જવાથી બંનેનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે એક મોટો અનર્થ ટળ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર