રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સાબરકાંઠા25 મે, 2026| Super Admin

વડાલી તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી, ભાજપ છાવણીમાં ઉત્સાહ

વડાલી તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી, ભાજપ છાવણીમાં ઉત્સાહ

વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદાઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા બિનહરીફ અને સર્વાનુમતે નક્કી થતાં તાલુકા ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે  ભરતભાઈ જયંતીભાઈ પટેલ (પાટીદાર), કુબાધરોલ, ઉપપ્રમુખ તરીકે  શીતલબેન જયદીપસિંહ _કુંપાવત, રહેડા સીટ, કારોબારી અધ્યક્ષ તરીકે  અરવિંદભાઈ માવજીભાઈ દેસાઈ, હાથરવા સીટ, પક્ષના નેતા તરીકે  નીતાબેન રાજેન્દ્રકુમાર પટેલ, ચુલ્લા સીટ તથા દંડક તરીકે સરદારજી હુરાજી મકવાણા, ગાજીપુર સીટના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી વડાલી તાલુકાના પ્રભારી શ્રી સુરેશભાઈ પટેલ તથા સહ-પ્રભારી શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલ આ મેન્ડેટ લઈને વડાલી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

જ્યાં વડાલી તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી  ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ,  ડાયાભાઈ ઠાકોર સહિત તાલુકા અને જિલ્લા ભાજપના આગેવાને, સદસ્યો તથા કાર્યકરોની ઉપસ્થિતિમાં આ મેન્ડેટ સર્વમાન્ય રીતે સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારી ફોર્મ તાલુકા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે ભરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ નોંધનીય બાબત એ રહી હતી કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારનો નાનો પણ વિવાદ કે મતભેદ સર્જાયા વગર સર્વાનુમતે અને સંપૂર્ણ સુમેળ સાથે કાર્ય પૂર્ણ થયું હતું, જેને સ્થાનિક રાજકીય વર્તુળોમાં એક ઉત્તમ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

 આ પ્રસંગે ઉપસ્થિત દરેક સદસ્યો અને કાર્યકરોએ એકબીજાને આનંદપૂર્વક ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં સંગઠનની એકતા, સૌહાર્દ અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સ્થાનિક આગેવાનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યોહતો કેનવી ટીમના નેતૃત્વ હેઠળ વડાલી તાલુકામાં વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે અને લોકહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે. “ભારત માતા કી જય” ના નાદ સાથે કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

ટેગ્સ:#Wadali Taluka

સંબંધિત સમાચાર