સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ગઢોડા રોડ પર આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં નાતાલની રજા બાદ આજે દવા લેવા માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી.શુક્રવારે સવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ કેસ કઢાવવા અને દવા લેવા માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં વાયરલ ઇન્ફેક્શનની અસરને કારણે OPD માં વધારો જોવા મળી રહ્યો છે.તેમણે ઉમેર્યું હતું કે, 1 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં કુલ 25,957 OPD નોંધાઈ હતી. જ્યારે શુક્રવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધીમાં 859 OPD નોંધાઈ હતી. ગુરુવારે નાતાલની રજા હોવાને કારણે શુક્રવારે OPD માં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો.
હિંમતનગર સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો : દર્દીઓની લાંબી કતારો લાગી

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
1 દિવસ પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
6 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
6 દિવસ પહેલા
