રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 મે, 2026| Super Admin

અંધશ્રદ્ધામાં હિંસા ભારે પડી: પાટણના હુમલા કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

અંધશ્રદ્ધામાં હિંસા ભારે પડી: પાટણના હુમલા કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

પાટણના વામૈયા ગામે મેલીવિદ્યાની શંકા રાખી થયેલા જીવલેણ હુમલાના કેસમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ કેસમાં મુખ્ય હુમલાખોરને મદદ કરનાર સફાઈ કામદાર ડાહ્યાભાઈ વાલ્મિકીની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે ફગાવી દઈ તેને જેલહવાલે રહેવા આદેશ કર્યો છે.

15 એપ્રિલના રોજ જયેશ વાલ્મિકીએ તેના પિતાના મોત પાછળ મેલીવિદ્યા જવાબદાર હોવાની શંકાએ જીવનભાઈ પર તલવાર અને ધારિયાથી હુમલો કર્યો હતો.આ દરમિયાન આરોપી ડાહ્યાભાઈએ બચાવવા આવનાર સાક્ષીને પકડી રાખી હુમલામાં મદદગારી કરી હતી. ગંભીર રીતે ઘાયલ જીવનભાઈ હાલ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે.

આરોપીના વકીલે સફાઈ કામદાર હોવા અને ઘરના એકમાત્ર કમાનાર હોવાની દલીલ કરી જામીન માંગ્યા હતા.જોકે, સરકારી વકીલ જે.ડી. ઠક્કરની દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ એમ.આઈ. શેખે નોંધ્યું હતું કે, તપાસ હજુ પ્રાથમિક તબક્કે છે અને આરોપીને મુક્ત કરવાથી સાક્ષીઓ ડર અનુભવી શકે છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે જામીન અરજી ના-મંજૂર કરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર