રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ14 સપ્ટેમ્બર, 2026| Super Admin

ઢીમા PHCનું કામ અટકતા ગ્રામજનોમાં રોષ: તાત્કાલિક હોસ્પિટલ શરૂ કરવાની માંગ

 ઢીમા PHCનું કામ અટકતા ગ્રામજનોમાં રોષ: તાત્કાલિક હોસ્પિટલ શરૂ કરવાની માંગ

 આરોગ્ય વિભાગની હોસ્પિટલનું મકાનના હોવાના કારણે કર્મચારીઓ અને દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

​પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીના નવા મકાનના બાંધકામની કામગીરી વિલંબમાં પડતાં સ્થાનિક ગ્રામજનો અને દર્દીઓ બહારથી આવતા યાત્રાળુઓ આરોગ્ય કર્મીઓ  અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

​નવું ભવન બનાવવા માટે જૂનું મકાન તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવ્યું હતું જેથી નવી કામગીરી ઝડપથી શરૂ કરી શકાય પરંતુ ત્યારબાદ નવો તાલુકો જાહેર થતાં અને પીએચસીના બદલે સીએચસી સામાજિક આરોગ્ય કેન્દ્ર કક્ષાની હોસ્પિટલના પ્રસ્તાવના કારણે આ કામગીરી ખોરંભે પડી છે.

ઢીમા ગામની વસ્તી ૧૦,૦૦૦થી પણ વધુ છે અને આસપાસના અનેક ગામડાઓના લોકો પણ આ આરોગ્ય કેન્દ્ર પર નિર્ભર છે હાલ સ્થિતિ એટલી કફોડી બની છે કે પશુ દવાખાનાના માત્ર એક જ રૂમમાં લોકોને સારવાર આપવામાં આવી રહી છે ખાસ કરીને મહિલાઓની ડિલિવરી કરાવતી વખતે તબીબો અને દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, "અગાઉ પીએચસીનું મકાન બનવાની તૈયારી હતી, પરંતુ હવે સીએચસી મંજૂર થતાં જમીનની અછતનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જમીનનો પ્રશ્ન ઉકેલાતા જ કામગીરી પુનઃ શરૂ કરી દેવામાં આવશે." આરોગ્ય ક્ષેત્રે ઊભી થયેલી આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક જમીનનો પ્રશ્ન ઉકેલીને નવી હોસ્પિટલનું નિર્માણકાર્ય ઝડપથી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માગ કરવામાં આવી રહી છે.

ટેગ્સ:#Dhima

સંબંધિત સમાચાર