રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસાના બાઈવાડા ગામના ગ્રામજનો દારૂબંધી માટે મેદાને : ડીવાયએસપીને લેખિત રજૂઆત

ડીસાના બાઈવાડા ગામના ગ્રામજનો દારૂબંધી માટે મેદાને : ડીવાયએસપીને લેખિત રજૂઆત

​ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બાઈવાડા ગામમાં વકરતા જતાં દારૂના દૂષણને ડામવા માટે ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ગામમાં ચાલતા દેશી દારૂના ઉત્પાદન અને વિદેશી દારૂના વેચાણને સદંતર બંધ કરાવવા માટે આજે ગ્રામજનો દ્વારા ડીસા ડીવાયએસપીને લેખિતમાં રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.​ પ્રાપ્ત વિગતો અનુસાર, બાઈવાડા ગામમાં મોટા પાયે ચોરી-છૂપીથી દેશી દારૂ ગળવામાં આવે છે અને વિદેશી દારૂનું વેચાણ થાય છે. આ બદીને રોકવા માટે ગત તા. ૦૫-૦૧-૨૦૨૬ ના રોજ ગ્રામજનોએ એક જાહેર સભા બોલાવી હતી, જેમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો કે ગામમાં કોઈએ દારૂ ગળવો નહીં કે વેચવો નહીં. જોકે, આ સમજાવટ છતાં કેટલાક અસામાજિક તત્વોએ દારૂનો વેપલો ચાલુ રાખતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ​ગ્રામજનોએ પોતાની રજૂઆતમાં ગુજરાતના ડીજીપીના તાજેતરના (૧૫-૦૩-૨૦૨૫) પરિપત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં જણાવાયું છે કે, પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિ કરનારા તત્વોને 'ગુંડા' ગણી તેમની વિરુદ્ધ ૧૦૦ કલાકમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવી. આ આદેશ અન્વયે બાઈવાડાના બુટલેગરો સામે તાત્કાલિક પાસા કે અન્ય કડક કાયદા હેઠળ પગલાં લેવા,ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ કાયમી ધોરણે બંધ કરાવવી, ​ગામના યુવાધનને બરબાદીથી બચાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ વધારવું જોઈએ તેમ માંગ કરી છે આ ઉપરાંત ​ગામના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ અડ્ડાઓ બંધ નહીં થાય, તો ગ્રામજનો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી કરી રહ્યા છે.    

સંબંધિત સમાચાર