રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા12 મે, 2026| Super Admin

જૂનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની ગ્રામજનોની માંગ બુલંદ

જૂનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની ગ્રામજનોની માંગ બુલંદ

20 ગામોના હજારો લોકો માટે 24 કલાક આરોગ્ય સેવા જરૂરી

ઇમરજન્સી કેસોમાં દર્દીઓને ડીસા કે પાલનપુર ખસેડવાની ફરજ

ડીસા તાલુકાના સૌથી મોટા ગામોમાં સ્થાન ધરાવતા જૂનાડીસા તથા આસપાસના અંદાજિત 15 થી 20 ગામોના હજારો લોકો હાલમાં પૂરતી આરોગ્ય સુવિધાના અભાવે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિસ્તારની સતત વધતી વસ્તી અને ગંભીર આરોગ્ય કેસોમાં વધારો થવા છતાં હજુ સુધી માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) સ્તરની મર્યાદિત આરોગ્ય સેવા ઉપલબ્ધ હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનોના જણાવ્યા મુજબ હાર્ટ એટેક, સ્ટ્રોક, અકસ્માત, ઝેરી અસર તેમજ પ્રસૂતિના ગંભીર કેસોમાં દર્દીઓને તાત્કાલિક ડીસા અથવા પાલનપુર ખસેડવાની ફરજ પડે છે. જેમાં સમયસર સારવાર ન મળતા અનેક વખત દર્દીઓના જીવ જોખમમાં મુકાતા હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધ દર્દીઓ અને ઇમરજન્સી કેસોમાં લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. વિસ્તારની વસ્તી, ભૌગોલિક સ્થિતિ અને વધતા આરોગ્ય ભારને ધ્યાનમાં લેતા હવે માત્ર પીએચસી પૂરતું ન હોવાનું ગામ લોકોનું માનવું છે. જેના કારણે જૂનાડીસા ખાતે આધુનિક સુવિધાસભર સીએચસી (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) તાત્કાલિક મંજૂર કરવાની માંગ બુલંદ બની છે.

ગ્રામજનો દ્વારા સરકાર સમક્ષ 24 કલાક ઇમરજન્સી સારવાર સેવા શરૂ કરવા, પ્રસૂતિ વોર્ડ અને મહિલા આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા, નિષ્ણાત ડોક્ટરો તથા પૂરતો મેડિકલ સ્ટાફ મુકવા, અદ્યતન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા, અકસ્માત અને હાર્ટ દર્દીઓ માટે ઇમરજન્સી વિભાગ શરૂ કરવા તેમજ આધુનિક લેબોરેટરી અને મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે. સમસ્ત ગ્રામજનો, સામાજિક આગેવાનો તથા જનપ્રતિનિધિઓએ સરકાર સમક્ષ ચેતવણીસભર શબ્દોમાં રજૂઆત કરી છે કે વિસ્તારના હજારો લોકોના આરોગ્ય અને જીવન સાથે જોડાયેલા આ ગંભીર પ્રશ્નને તાત્કાલિક ધોરણે ઉકેલી જૂનાડીસામાં સીએચસી મંજૂર કરવામાં આવે. હાલ સમગ્ર વિસ્તારમાં આ મુદ્દે ઉગ્ર લોક માગ ઉઠી રહી છે

ટેગ્સ:#Junadisa#Junadisa PHC

સંબંધિત સમાચાર