રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
સાબરકાંઠા15 જુલાઈ, 2026| Super Admin

વિજયનગરના હરણાવ ડેમના જળસ્તરમાં મોટો ઘટાડો

વિજયનગરના હરણાવ ડેમના જળસ્તરમાં મોટો ઘટાડો

વિજયનગરના હરણાવ ડેમ ખાતે વરસાદની ખેંચને કારણે જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ડેમની ૩૩૨ મીટરની મહત્તમ સપાટી સામે આજે લેવાયેલા રીડિંગ મુજબ વર્તમાન લેવલ ૩૨૩.૮૪ મીટર નોંધાયું છે, જે ગત દિવસોના ૩૩૧.૭૧ મીટરના સ્તરની સરખામણીએ મોટી ઘટ સૂચવે છે. હાલ ડેમમાં કુલ જળસંગ્રહ ૬.૭૮૬ એમસીએમ (MCM) છે, જ્યારે જીવંત જથ્થો ૨૩૯.૮૦ એમસીએફટી (MCFT) જેટલો ઉપલબ્ધ છે.

વરસાદની સ્થિતિ ચિંતાજનક જણાઈ રહી છે, કારણ કે ચાલુ વર્ષે ડેમ સાઈટ પર અત્યાર સુધીમાં માત્ર ૧૧૪ મીમી વરસાદ નોંધાયો છે. તેની સામે ગત વર્ષે આજની તારીખ સુધીમાં ૪૪૭ મીમી વરસાદ પડ્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૩૩૩ મીમી એટલે કે અંદાજે ૧૩ ઇંચ વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે, જે ડેમના જળસ્તર પર સીધી અસર કરી રહી છે.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર