વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા તમામ પોલીસ મથકો ને સુચના કરેલ હોઈ તે અંગે કડક અમલવારી કરતા એસ.એમ.વારોતરીયા (વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ) તથા એસ. એમ. વસાવા (પો.ઈન્સ.વાવ) નાઓના માર્ગદર્શન હેઠળ. વાવ પોલીસ સ્ટેશન ના ગુ.ર.નં.૧૯૦/૨૦૨૬ બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૨૭(૨),૩૦૮(૨),૩૫૧(૩), ૨૯૬(૨), ૫૪ મુજબના ગુનાનો તહોમતદાર ધનજીભાઈ હેમજીભાઈ પરમાર, રહે. વડગામડા, તા. થરાદ, (જી. વાવ-થરાદ) વાળાવાવ પોલીસ સ્ટેશન નાગુનામાં નાસતા ફરતા હોઈ પોતાની ધરપકડ ટાળવા સારૂ પોતાના ગામમાં અલગ-અલગ ખેતરોમાં નાસતો ફરતો હતો અને પોલીસને જોઈને આજુ બાજુના ખેતરોમાં ઉભેલ પાકોમાં સંતાઈ જતો હતો. નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સારૂ કામગીરી દરમ્યાન (વાવ પો.સ.ઈ.,) એમ.કે.વસાવાનાઓએ હ્યુમન સોર્સથી માહિતી મેળવેલ. આરોપી રહેણાંક મકાનથી નજીકના ખેતરમાં સંતાયેલ છે. જેથી પોલીસે ખેડુતનો વેશ ધારણ કરી નાસતા ફરતા આરોપીને પકડી જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વાવ પોલીસ એક્શનમાં: ગુનાહિત પ્રવૃત્તિ આચરી નાસતા ફરતા શખ્સની ધરપકડ

ટેગ્સ:#Vav Police
સંબંધિત સમાચાર
વાવ-થરાદભાવનગર લઠ્ઠાકાંડ મામલે થરાદ કોંગ્રેસ સમિતિનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
1 દિવસ પહેલા
વાવ-થરાદથરાદ ખાતે ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો: ૫૮ વેપારીઓને સ્થળ પર જ સર્ટિફિકેટ એનાયત કરાયા
3 દિવસ પહેલા
વાવ-થરાદવાવના મોરીખા યુવક મોત મામલો: બીજા દિવસે પણ ધરણા યથાવત, કલેક્ટર બહાર દલિત સમાજનો આક્રોશ
4 દિવસ પહેલા
વાવ-થરાદથરાના વડા ગામેથી 4 જુગારીયા ઝડપાયા, રૂ.67,600 નો મુદ્દામાલ જપ્ત
4 દિવસ પહેલા
