રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વડનગરમાં નોકરીના નામે છેતરપિંડી: L&Tમાં નોકરી અપાવવાના બહાને લાખો પડાવનાર પાર્થ પટેલ સામે ફરિયાદ

વડનગરમાં નોકરીના નામે છેતરપિંડી: L&Tમાં નોકરી અપાવવાના બહાને લાખો પડાવનાર પાર્થ પટેલ સામે ફરિયાદ

વડનગર શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપી નાણાં ખંખેરવાનું એક મોટું કૌભાંડ વડનગરમાં પ્રકાશમાં આવ્યું છે. પ્રતિષ્ઠિત કંપની Larsen & Toubro (L&T) ના નામે અને સરકારી વિભાગોના લોગોનો દુરુપયોગ કરી યુવાનો સાથે છેતરપિંડી આચરનાર પાર્થ પટેલ નામના શખ્સ સામે પોલીસમાં અરજી કરવામાં આવી છે.

​​મળતી માહિતી મુજબ, આરોપી પાર્થ પટેલે સ્થાનિક યુવાનોને L&T જેવી મોટી કંપનીમાં આકર્ષક પગારવાળી નોકરી અપાવવાનો ભરોસો આપ્યો હતો. વિશ્વાસ જીતવા માટે તેણે નીચે મુજબની પદ્ધતિ અપનાવી હતી. પ્રોસેસિંગ ફી અને વહીવટી ખર્ચના બહાને યુવાનો પાસેથી ટુકડે-ટુકડે ઓનલાઇન અને રોકડમાં લાખો રૂપિયા પડાવ્યા હતા. ​પાર્થ પટેલ દ્વારા છેતરપિંડીને અસલી રૂપ આપવા માટે તેણે L&T કંપની અને ટુરિઝમ વિભાગના લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી ​ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવ્યા હતાં. આરોપીએ કંપનીમાં નોકરી માટે યુવાનોને કંપનીના નામના ખોટા નિમણૂક પત્રો (Appointment Letters) અને અન્ય ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવી આપ્યા હતા.

આ બાબતે જ્યારે ​કંપનીમાં જાણ કરવામાં આવ્યું ત્યારે  L&T કંપની તરફથી ખુલાસો અને સત્યતા સ્પષ્ટ કરવામાં આવી હતી કે ​આ બાબતે શંકા જતાં તપાસ કરવામાં આવી, ત્યારે L&T ના સત્તાવાળાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. કંપનીના સત્તાધીશ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે ​"કંપનીમાં ભરતીની પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટ આધારિત અને નિઃશુલ્ક હોય છે. કંપની ક્યારેય નોકરી માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલતી નથી." જોકે સમગ્ર પ્રકરણમાં ભાંડો ફૂટી જતાં આ બાબતે​તટસ્થ તપાસની માંગ ઉઠવા પામી છે. જેમાં ​ભોગ બનનાર યુવાનોએ હિંમત દાખવી પોલીસ સ્ટેશનમાં અરજી કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે, પાર્થ પટેલ માત્ર એક મહોરું હોઈ શકે છે. જો પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે, તો આ રેકેટમાં અન્ય કેટલાય 'મોટા માથા' અને વગદાર લોકોના નામ બહાર આવવાની શક્યતા છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Vadnagar

સંબંધિત સમાચાર