રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા3 માર્ચ, 2025| Super Admin

ઊંઝા; પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ ગાડી રોડની સાઇડમાં ઉતરી જતા અકસ્માત, એકનું મોત બેને ઇજા

ઊંઝા; પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ ગાડી રોડની સાઇડમાં ઉતરી જતા અકસ્માત, એકનું મોત બેને ઇજા
ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ; ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઇવે ઉપર નવિન ગંજબજાર પાસે સિદ્ધપુર થી અમદાવાદ તરફ જતા હાઇવે ઉપર પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ ગાડી રોડની સાઈડમાં ચોકડીમાં ઉતરી જતા ગાડી પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જ્યારે બે જણાને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અજીમણા ગામના રોહિત કુમાર નારણભાઈ દેસાઈ તેના ભાઈની સ્વિફ્ટ ગાડી લઈ વિકાસ અને ઈલેશને બેસાડી અમદાવાદ જઈ રહ્યો હતો. તે દરમિયાન ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બ્રાહ્મણવાડા હાઇવે ઉપર ગાડી રોડની સાઈડમાં ઉતરી જવા પામી હતી તેમજ પલટી ખાઈ ગઈ હતી. જેમાં ત્રણ જણાને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મોબાઇલ વાન મારફતે ઊંઝા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રોહિત નારણભાઈ દેસાઈનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જ્યારે વિકાસ અને ઈલેશને ઇજાઓ પહોચતા સારવાર અર્થે ધારપુર ખસેડવામા આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે વિકાસ અભાભાઇના નિવેદને આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર