મળતી માહિતી મુજબ સોમવારની વહેલી સવારે ડીસા તાલુકાના રતનપુરા ક્રોસિંગ નજીક નેશનલ હાઈવે નંબર.27 પર બે ટ્રેલર સામસામે ટકરાયા હતા. આ અકસ્માતને કારણે હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતમાં બંને ટ્રેલરના ડ્રાઈવરને ઈજા પહોંચી હતી જેને ખાનગી હોસ્પિટલ માં ૧૦૮મારફત દવાખાને ખસેડવામાં આવ્યો છે . ઘટનાની જાણ થતાં જ ભીલડી પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રતનપુરાથી ખોડલા સુધીના એક તરફના માર્ગનું સમારકામ ચાલી રહ્યું હોવાથી નેશનલ હાઈવે નંબર 27 પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનને કારણે એક જ માર્ગ પર વાહનોની અવરજવર રહેતા સામસામે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
રતનપુરા પાસે બે ટ્રેલર સામ સામે ટકરાયા : નેશનલ હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના જેનાલ ગામમાં રેલવે દ્વારા રસ્તો બંધ કરાતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ
10 કલાક પહેલા
બનાસકાંઠાચાચર ચોકમાં ખેલૈયાઓ ઝૂમ્યા: અંબાજી ખાતે પ્રથમ નોરતે દર્શનાર્થીઓનો મહાસાગર
11 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીની રાજસ્થાની ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ, 2026ની નવી ડિઝાઇન્સ આકર્ષણનું કેન્દ્ર
3 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામમાં સરફરાજ ભંગારીના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી
3 દિવસ પહેલા
