મહેસાણામાં APN સલ્ફર પ્લાન્ટમાં બે શ્રમિકોના મોત થયા છે. બહુચરાજી હાઈવે સામેત્રા નજીક રાત્રી દરમ્યાન સલ્ફર પ્લાન્ટમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. આગ પર કાબુ મેળવ્યા બાદ જ્યારે પ્લાન્ટમાં તપાસ કરવામાં આવી, ત્યારે સ્થળ પર બે શ્રમિકોના ભડથું થયેલા મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. આ ઉપરાંત અન્ય ચાર લોકોને ઈજાઓ પહોંચી હોવાથી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણામાં સલ્ફર પ્લાન્ટમાં આગ લગતા બે લોકોના મોત; ચાર લોકો ઈજાગ્રસ્ત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Mehsana District#Ambulance Services#rescue operations#Police Inquiry#Fire Department Action#Fire Hazard#Sulfur Plant Fire#Industrial Disaster#Workplace Fatalities#Chemical Plant Incident#Hospitalization of Injured#Nighttime Emergency#Bahucharaji Highway
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
6 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
