રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ‘રેડ રન ડિસ્ટ્રિક્ટ મેરેથોન–૨૦૨૬’નું આયોજન

સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ‘રેડ રન ડિસ્ટ્રિક્ટ મેરેથોન–૨૦૨૬’નું આયોજન

એચ.આઈ.વી./એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવા ૮૦ યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

સાબરકાંઠા જિલ્લામાં એચ.આઈ.વી./એઇડ્સ અંગે જનજાગૃતિ ફેલાવવા અને યુવાનોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી દિશા સાબરકાંઠા દ્વારા ‘રેડ રન સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ મેરેથોન–૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજ સુતરિયા તથા જિલ્લા એઇડ્સ નિયંત્રણ અધિકારીશ્રી ડો. ફાલ્ગુની પરમારના માર્ગદર્શન હેઠળ હિંમતનગર ડિફેન્સ એકેડમીના સહયોગથી યોજાયેલી આ મેરેથોનમાં કોલેજમાં અભ્યાસ કરતા કુલ ૮૦ યુવક-યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં એચ.આઈ.વી./એઇડ્સ અંગે સાચી અને વૈજ્ઞાનિક સમજ વિકસાવવાનો, રોગ સંબંધિત ગેરમાન્યતાઓ દૂર કરવાનો તથા એચ.આઈ.વી. સાથે જીવતા લોકો પ્રત્યે સંવેદનશીલતા અને ભેદભાવમુક્ત અભિગમને પ્રોત્સાહન આપવાનો હતો. મેરેથોનના માધ્યમથી સુરક્ષિત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તેમજ સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પહેલ દ્વારા યુવાનોને એચ.આઈ.વી./એઇડ્સ અંગેની સાચી માહિતી સમાજ સુધી પહોંચાડવા અને ભેદભાવમુક્ત સમાજના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. એચ.આઈ.વી. સાથે જીવતા વ્યક્તિઓ પ્રત્યે સન્માનપૂર્ણ અને સંવેદનશીલ વર્તન રાખવાની સાથે રોગ અંગેની ખોટી માન્યતાઓથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર